International Journal For Multidisciplinary Research

E-ISSN: 2582-2160     Impact Factor: 9.24

A Widely Indexed Open Access Peer Reviewed Multidisciplinary Bi-monthly Scholarly International Journal

Call for Paper Volume 6 Issue 6 November-December 2024 Submit your research before last 3 days of December to publish your research paper in the issue of November-December.

ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયની મૂળભૂત ગાણિતિક ક્રિયાઓ અને ગાણિતિક ચિહ્નો અંગે ઇનોવેટીવ પેડાગોજી – નૃત્યગીતની રચના અને તેની અજમાયશ’

Author(s) Dr.Anishaben Mahendrasinh Mahida
Country India
Abstract પ્રસ્તુત સંશોધન ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયની મૂળભૂત ગાણિતિક ક્રિયાઓ અને ગાણિતિક ચિહ્નો અંગે ઇનોવેટીવ પેડાગોજી – નૃત્યગીતની રચના અને તેની અજમાયશ માટે હાથ ધરવામાં આવ્યું હતું. પ્રસ્તુત સંશોધનનો મુખ્ય હેતુ ગણિત વિષયમાં પાયાની ગણતરી માટે જરૂરી ગાણિતિક ચિહ્નોની સમજ કેળવીને અભ્યાસક્રમમાં આવતા દાખલાઓની ગણતરી સરળ અને સાચી રીતે કરે તે માટે નૃત્યગીત અને તેને સહાયક લિખિત સાહિત્યની રચના અને અજમાયશનો હતો. જે માટે સ્વરચિત નૃત્યગીત ‘વારતા રે વારતા ચિહ્નોની વારતા...’ તૈયાર કરવામાં આવ્યું જે ગાણિતિક ચિહ્નોની સમજ આપતું એક નૃત્યગીત છે. આ ગીત વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યું. જે વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક નિહાળ્યું અને ગાણિતિક ચિહ્નો અંગેની તેમની સમજ વધારે દૃઢ થઇ. વિકસાવેલ સમજનો પર્યાપ્ત ઉપયોગ વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમમાં કરી શકે તે માટે પ્રેક્ટીસ માટેના સાહિત્યની પણ રચના કરી તેના દ્વારા પ્રેક્ટીસ કરાવવામાં આવી. પરિણામ સ્વરૂપ વિદ્યાર્થીઓનો ગણિત વિષય પ્રત્યેનો કંટાળો અને ડર દૂર થયો અને ગણિત વિષય પ્રત્યે રસ અને રૂચિમાં વધારો થયો. જેની અસર તેમના વાર્ષિક પરિણામમાં જોવા મળી.
Keywords ગાણિતિક ચિહ્નો, મૂળભૂત ગાણિતિક ક્રિયાઓ, ઇનોવેટીવ પેડાગોજી
Published In Volume 6, Issue 6, November-December 2024
Published On 2024-11-30
Cite This ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયની મૂળભૂત ગાણિતિક ક્રિયાઓ અને ગાણિતિક ચિહ્નો અંગે ઇનોવેટીવ પેડાગોજી – નૃત્યગીતની રચના અને તેની અજમાયશ’ - Dr.Anishaben Mahendrasinh Mahida - IJFMR Volume 6, Issue 6, November-December 2024. DOI 10.36948/ijfmr.2024.v06i06.31476
DOI https://doi.org/10.36948/ijfmr.2024.v06i06.31476
Short DOI https://doi.org/g8sg69

Share this